સુષ્મિતા સેન અને લલિત મોદી અત્યારે ચર્ચાનો વિષય છે. દરેક જગ્યાએ બંનેના રિલેશનશિપની વાતો થઈ રહી છે.

લલિત મોદીએ રિલેશનશિપ રિવીલ કર્યા પછી મિસ યુનિવર્સ રહી ચૂકેલી એક્ટ્રેસે પણ આ મામલે મૌન તોડ્યું છે 

અને પોતાના મનની વાત વ્યક્ત કરી છે. લલિત મોદીને પણ નહીં ખબર હોય કે સોશિયલ મીડિયા યુઝર્સ કેવી રીતે તેની ટ્વિટને જોઈ રહ્યા છે. 

ટ્વીટ કરતા સમયે તેનાથી એક ભૂલ થઈ ગઈ હતી, જેના પછી ટ્રોલર્સે ભૂલને પોઈન્ટઆઉટ કરી તેણે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું 

હવે લલિતે ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ દ્વારા ટ્રોલર્સને જવાબ આપ્યો છે. 

હકીકતમાં લલિત મોદીએ સોશિયલ મીડિયા પર જ્યારે સુષ્મિતા સેનની સાથે પોતાના સંબંધો વિશે દુનિયાને 

જણાવ્યું ત્યારે તેણે પોતાની ટ્વિટમાં એક ભૂલ કરી દીધી, જેના પર યુઝર્સે તેનું ધ્યાન દોર્યું. લલિત મોદીએ પોતાના 

ડેટિંગની જાહેરાત ટ્વીટમાં સુષ્મિતાનાં અસલી અકાઉન્ટની જગ્યાએ પેરોડી અકાઉન્ટને ટેગ કર્યું હતું.